કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે આજે મોરબીની મુલાકાતે આવ્યા છે. તેમનું હેલિકોપ્ટર મોરબીના ઘૂનડા રોડ પર વિશેષરૂપે તૈયાર કરાયેલા હેલિપેડ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. મોરબી આગમન બાદ તેઓ ટૂંક સમયમાં જ શનાળા ગામ નજીક આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થશે. ગૃહમંત્રી અમિત શાહ અહીં શનાળા ગામ નજીક એક જનસભાને સંબોધન કરવાના છે.
શનાળા ગામ નજીક અમિત શાહ સભા સંબોધશે
તેમની આ મુલાકાત રાજ્યના રાજકારણ અને સંગઠનાત્મક ગતિવિધિઓ માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. સભામાં તેઓ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને રાજ્યના વિકાસ કાર્યો પર પ્રકાશ પાડી શકે છે. ગૃહમંત્રીના આગમનને પગલે મોરબીમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતા ઉપસ્થિત રહેવાની શક્યતા છે.













