મોરબીના હળવદમાં પ્રતાપગઢ ગામમાં વર્ષ 2020માં કૌટુંબિક ભાઈની પત્ની રિસાઈને પિયર ગઈ હતી. આ બાબતે માથાકૂટ થતાં આરોપીએ કુહાડીના ઘા મારીને ભાઈની હત્યા કરી નાંખી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હત્યારા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે 20 હજારનો દંડ ફટકાર્યો છે.


હત્યારા આરોપીને આજીવન કેદની સજા

હળવદના પ્રતાપગઢ ગામમાં વર્ષ 2020માં કૌટુંબિક ભાઈની પત્નીને રિસામણે તેડવા ગયા બાદ માથાકૂટ થઈ હતી. રિસામણે બેઠેલી પત્નીને સમાધાન વેળાએ આરોપી વિક્રમભાઈએ કુહાડીના ઘા મારી રમેશભાઈની હત્યા કરી નાંખી હતી. મૃતક રમેશભાઈના પુત્ર ખોડાભાઈએ હળવદ પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને આજીવન કેદ અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


  • Follow us on: