મોરબીના હળવદમાં વેપારીએ વ્યાજખોર અને બેંકના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પાંચ શખ્સોના નામ મળી આવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.


વ્યાજખોર તરફથી અને બેંક તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો

મોરબીના હળવદામાં વેપારીની ઘટનાનો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ વેપારી નવનીત આદ્રોજાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પોતાને વ્યાજખોર તરફથી અને બેંક તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી કંટાળી ગયેલા વેપારીએ આ અંતિમ પગલું ભરી લેતા હાહાકાર મચી ગયો હતો.

નવનીત આદ્રોજાએ પોતાના કારખાનામાં કારમાં બેસીને ઝેરી દવા પી લીધી

મળેલી માહિતી મુજબ વેપારી નવનીત આદ્રોજાએ પોતાના કારખાનામાં કારમાં બેસીને ઝેરી દવા પી લીધી હતી. પોતાની સુસાઇડ નોટમાં વ્યાજખોર અને પઠાણ ઉઘરાણીથી ત્રાસી જઇને તેમણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે સુસાઇડ નોટમાં 5 જેટલા શખ્સોના નામ લખ્યા હતા

સુસાઇડ નોટના આધારે ગુનો નોંધીને ઉંડી તપાસ શરુ કરાઇ

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક વેપારીનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સુસાઇડ નોટના આધારે ગુનો નોંધીને ઉંડી તપાસ શરુ કરી હતી. 

  • Follow us on: