મોરબીમાં હપ્તા ઉઘરાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં વીડિયો જોઈ શકાય છે કે, હપ્તો લેવા માટે પોલીસ ઉભી છે અને એક લિસ્ટ પોલીસના હાથમાં છે અને તે ચેક કરી રહી છે કે, કોનો હપ્તો આવ્યો છે અને કોનો હપ્તો બાકી છે, તો વાહનચાલકે આ વીડિયો ઉતારી લીધો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.


મોરબીમાં હપ્તા ઉઘરાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ !

મોરબી પોલીસના હપ્તારાજનો વીડિયો થયો વાયરલ અને વીડિયોમાં ટ્રેક્ટરચાલકો પાસેથી પોલીસ હપ્તા લઈ રહી છે તેવી વાત સામે આવી છે, જેમાં એક પોલીસકર્મી ડાયરીમાં લિસ્ટ ચેક કરતો જોવા મળ્યો છે અને હપ્તો ના આપનાર ટ્રેક્ટરચાલકોને અટકાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, ટ્રેકટરચાલકોનું કહેવું છે કે, પોલીસ અમારી પાસેથી રૂ.500 થી લઈ 2000 સુધીનો હપ્તો લઈ રહી છે.

મોરબીમાં પોલીસના વાયરલ વીડિયોની યોગ્ય તપાસની ઉઠી માગ

મોરબીમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવા મામલે વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો પીપળી રોડ પરનો છે જેમાં બોલેરો ગાડી અને ટ્રેકટરના હપ્તા પોલીસ લેતી હોવાની ચર્ચા કરતો વીડિયો વાયરલ થયો છે, દર મહિને 1 થી 5 તારીખ સુધી હપ્તો ઉઘરાવતો હોવાનું બહાર આવ્યું છે જેમાં ટ્રેક્ટરના 500 અને બોલેરો ગાડીના 2000 હજાર પોલીસ લે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, હપ્તા ઉઘરાવા માટે પોલીસ પાસે લિસ્ટ હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું છે.

કોઈ જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો અને હપ્તાખોર પોલીસની પોલ ખોલી

જોકે વીડિયોમાં પોલીસ સાથે પૈસા બાબતે કોઈ સ્પષ્ટ ચર્ચા દેખાતી નથી પણ પોલીસ પાસે જે લિસ્ટ છે તેમાં અલગ-અલગ લોકોના નામ દેખાઈ આવે છે અને પોલીસ તે ચેક કરી રહી છે કે, કોના હપ્તા બાકી છે, તો વાહનચાલકોનું કહેવું છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરે અને જે પોલીસકર્મી રૂપિયા ઉઘરાઈ રહ્યાં છે તેમને સસ્પેન્ડ કરે. 

  • Follow us on: