ગુજરાતમા લાંચિયા અધિકારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર વધુ પ્રમાણમા વકરી રહ્યો છે. લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા આવા અધિકારીઓને પકડી પાડવા માટે સક્રિયતા દાખવવામાં આવી છે. ત્યારે મોરબીમાં પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઈજનેરને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતાં.


નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવે 20 હજારની લાંચ માંગી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવ લાંચના ગુનામાં ઝડપાઈ ગયાં છે. ફરિયાદી પોતાની કંપનીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતા હોવાથી તેમના બંને સોલાર પ્લાન્ટમાં સમયસર ઈલેક્ટ્રિક મીટર લગાવવા તથા આક્ષેપિત દ્વારા લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવા બાબતે નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવે 20 હજારની લાંચ માંગી હતી.

લાંચિયા બાબુને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યું

આ લાંચની રકમ ફરિયાદી નહીં આપવા માગતા હોવાથી તેમણે રાજકોટ ACBનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી. ફરીયાદીની ફરિયાદને લઈને ACB દ્વારા લાંચિયા બાબુને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન નાયબ ઈજનેરે ફરિયાદી સાથે વાતચીત કરી આ લાંચની રકમ એક અન્ય વ્યક્તિને આપવાનું કહેતા ફરિયાદીએ 20 હજારની રકમ આપતાં તેણે સ્વીકારી હતી. આ દરમિયાન રંગેહાથે બંને આરોપીઓને ACB દ્વારા ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.


  • Follow us on: