હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં ફરી ટ્રોલ થયા છે, નવા ઇસનપુરમાં ગ્રાન્ટ ન ફાળવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, ખેતી પાકના પોષણક્ષમ ભાવોને લઇ સ્થાનિકોએ કર્યા પ્રશ્નો અને માત્ર સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કાર્યરત રહેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, વિકાસના કામોને લઈ ધારાસભ્યનો લોકોએ લીધો ઉધડો.
માત્ર સોશિયલ મીડિયામાં રચ્યાં પચ્યા રહેતા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો લોકોએ લીધો ઉધડો
રોડનાં ખાતમુહૂર્તના ફોટાઓ મુકતાં જ લોકોએ સોશિયલ મીડિયામાં વિકાસ બાબતે ધારાસભ્યનો લીધો ઉધડો અને નવાં ઈશનપુર ગ્રામ પંચાયત સમરસ થતાં ધારાસભ્ય અને સાંસદે 5 લાખની ગ્રાન્ટ જાહેરાત કરી હતી તે નહી મળતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે, ખેડૂતોને જણસોના પોષણક્ષમ બજારભાવ સહિતના સવાલો ધારાસભ્યને લોકોએ પૂછયા છે, દાનમાં આવેલી જમીનો પણ લઈ લેવાનાં આક્ષેપો સાથેની સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો ચાલી રહ્યો છે.













