મોરબીના હળવદમાં ટ્રકમાં 2 લાખની લૂંટ થયાની ખોટી માહિતી આપી હતી જેને લઈ પોલીસને ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ નોંધી છે, પથ્થરના ઘા મારી લૂંટ કર્યાનું ખોટું તરકટ રચ્યું હતુ જેને લઈ ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ 5 વ્યકિતઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબીમાં લૂંટ થઈ છે તેવો ખોટો મેસેજ પોલીસને આપ્યો હતો
હળવદમાં ટ્રકમાં 2 લાખની લૂંટનું તરકટ કરી પોલીસને ખોટી માહિતી આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 112 પર ફોન કરી પોલીસને લૂંટ થઈ હોવાની ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે, અજાણ્યા શખ્સોએ ટ્રકમાં પથ્થરના ઘા મારી તેમજ મૂઢમાર માર્યો છે તેમ કહીને લૂંટ કરી હોવાની માહિતી સામે આવી હતી, પોલીસે 1 સુરેશ આહિર, 2 રાજાભાઈ ઉર્ફે જયેશ અગ્રવાલ (બજરંગ ટ્રાન્સપોર્ટ વારા) 3 નિલેશ અગ્રવાલ, 4 હૈદર મોવર (ઈરફાન ટ્રાન્સપોર્ટ) 5 અબ્દુલ ભટ્ટી સામે ગુનો નોંધ્યો છે.













