ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામના BLOએ આપઘાત કર્યો છે અને આપઘાત પૂર્વે પત્નીને સંબોધી સ્યુસાઈટ નોટ લખી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, SIRની કામગીરીથી થાકી ગયો છું અને તેના કારણે સ્યુસાઈડ કરૂ છુ. શૈક્ષિક સંઘનું કહેવું છે કે, BLOની કામગીરમાં શિક્ષકો પર દબાણ કરવામાં આવે છે.
મોડી રાત સુધી અસહ્ય ત્રાસ આપવામાં આવે છે : મૃતકનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
તો મૃતકે સ્યુસાઈડ નોટ લખી છે તેમાં ઉલ્લેખ કર્યો છે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવે છે તો પણ કામગીરી પૂર્ણ થતી નથી અને શિક્ષક ડિપ્રેશનમાં હતા અને કામગીરી કરી શકતા ન હતા તેવો આક્ષેપ પરિજનોનો છે, મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારાથી કામ થઈ શકે એમ નથી, અને મારા પાસે મૃત્યુ સિવાય હવે કંઈ નથી તેમ લખીને સ્યુસાઈડ કર્યુ છે, પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિજનો સોંપવામાં આવશે.
જાણો શું છે SIR કે જેમાં મતદારો સીધા BLO સાથે સંપર્ક કરી શકે છે
આવી પરિસ્થિતિમાં સામાન્ય વાર્ષિક સુધારો પૂરતો નથી રહેતો, અને તેથી “Special Intensive Revision” જરૂરી બને છે. SIRની પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવે છે. દરેક વિસ્તારમાં બ્લોક લેવલ ઓફિસર્સ (BLOs) ની નિમણૂક થાય છે, જે ઘરો સુધી જઈને માહિતી ચકાસે છે. તેઓ ફોર્મ દ્વારા નવા મતદારોની નોંધણી, જૂના નામ કાઢી નાખવા અથવા ભૂલો સુધારવા માટે અરજી સ્વીકાર કરે છે. દરેક બૂથ પર ચકાસણી શિબિરો યોજાઈ શકે છે જેથી મતદારો સીધા BLO સાથે સંપર્ક કરી શકે. જો કોઈ મતદાર પરિણામથી અસંતોષિત હોય, તો તે જિલ્લા મેજિસ્ટ્રેટ કે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પાસે અપીલ કરી શકે છે.
BLOની કામગીરીને લઈ શૈક્ષિક સંગઠનની મુખ્ય માંગણીઓ
01-ગુજરાત સરકારે તાત્કાલિક શિક્ષણની ચિંતા કરીને શિક્ષકોને વહેલામાં વહેલી તકે આ SIRની કામગીરીમાંથી મુક્ત કરવા જોઈએ.
02-હાલ જે BLOની કામગીરી કરતા શિક્ષકો છે, તેમને હેરાનગતિ ન થાય અને તેઓ સરળતાથી કામગીરી પૂર્ણ કરી શકે તેવી વ્યવહારિક પદ્ધતિ અપનાવવામાં આવે.
03-શિક્ષકોને કોઈપણ પ્રકારની ધાગ-ધમકી આપવામાં ન આવે અને ધરપકડના વોરંટ કે નોટિસ આપીને દબાણ ઊભું ન કરવામાં આવે.
BLOના આપઘાતની ઘટના બાદ શિક્ષકોમાં ભારે રોષ
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પંચને રજૂઆત, રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન, BLOને કામગીરી સોંપતા શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે અને BLOની નિયુક્તિ થતા શિક્ષણ કાર્ય પર અસર થાય છે, તાજેતરની ઘટના એ સિસ્ટમની ગંભીર ખામીઃ દિગ્વિજયસિંહ, સિસ્ટમની ગંભીર ખામીનો ચેતવણીકારક સંદેશઃ દિગ્વિજસિંહ.