કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે ઉનામાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધામાં પોલીસ અને શાસક પક્ષના લોકોની સીધી ભાગીદારી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. વંશના જણાવ્યા અનુસાર, ઉનામાં આ ધંધા શાસક પક્ષના લોકોની ભાગીદારીથી ચાલે છે અને તેમાં ઉનાના PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને DySP (નાયબ પોલીસ અધિક્ષક) ને પણ ભાગ મળતો હશે.


બુટલેગરના 'વાયરલ લેટર'થી ખળભળાટ

તેમણે માગણી કરી છે કે મહિલા બુટલેગરે જે પોલીસકર્મીનો ઉલ્લેખ કર્યો છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આ ઉપરાંત, બુટલેગરના નામે વાયરલ થયેલા પત્રની સઘન તપાસ થવી જોઈએ અને આ માટે SIT (ખાસ તપાસ ટુકડી) ની રચના કરવી જોઈએ. પૂજા વંશે ગીર સોમનાથના પૂર્વ SP (પોલીસ અધિક્ષક) મનોહરસિંહ જાડેજા પર પણ આક્ષેપ લગાવ્યો છે કે તેમની દેખરેખ નીચે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી.


  • Follow us on: