ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લો અત્યારે સમાચારોમાં છે. આરોગ્ય સેવા મામલે ગીર સોમનાથ રેડક્રોસને NABH પ્રમાણપત્ર મળ્યું છે. અને બીજી બાજુ જિલ્લામાં ગેરકાયદે ઊભા કરેલ દબાણ દૂર કરવાની કડક કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઈને દબાણ દૂર કરતા અધિકારીઓ સ્થાનિકોનો રોષનો ભોગ બન્યા. ગીર સોમનાથમાંથી આજે વધુ એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે.
નદીમાં યુવકનો પગ લપસ્યો અને ડૂબ્યો
જેમાં એક યુવક શિંગોડા નદી પર આવેલ ચેક ડેમ પર ગયો હતો. અને ત્યાં અચાનક યુવકનો પગ લપસી ગયો અને પાણીમાં ગરકાવ થયો. તંત્ર દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવેલ સમાચાર વધુ આંચકાજનક છે. કોડીનારના દુદાણા ગામ પાસે શિંગોડા નદીમાં એક યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ યુવક માછીમારી કરવા કે અન્ય કોઈ કારણોસર નદી પાસે ગયો હતો. અને નદી પરના ચેકડેમમાં હતો ત્યારે અચાનક તેનો પગ લપસ્યો અને પાણીમાં ગરકાવ થયો.













