કચ્છમાં 1 કરોડથી વધુનો NDPSના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. નો ડ્રગ્સ ઈન ગુજરાત અંતર્ગત NDPSના મુદ્દામાલનો નાશ કરાયો છે. કચ્છના 5 પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. ગાંજો, ડ્રગ્સ, કોકિન, હિરોઈન સહિત મુદ્દામાલનો નાશ પોલીસની હાજરીમાં કચ્છના લાકડીયા ગામે ખાનગી કંપનીમાં કરાયો નિકાલ કર્યો છે.


1 કરોડથી વધુનો NDPSના મુદ્દામાલનો નાશ

નો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 1 કરોડ વધુનો કચ્છના લાકડીયા ગામે ખાનગી કંપનીમાં NDPS મુદ્દામાલ નિકાલ કરાયો છે. પૂર્વ કચ્છ SP સાગર બાઘમારના અધ્યક્ષસ્થાને નિકાલ કરવામાં આવ્યો છે. પાંચ પોલીસ સ્ટેશનના 27 જેટલા ગુનાઓનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં ગાંજો, ડ્રગ્સ, કોકિન, હિરોઈન, નેફેડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ હતો.

27 જેટલા ગુનાઓનો મુદ્દામાલનો નાશ

આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ SP સાગર બાઘમાર, DySP સાગર સાબડા લાકડીયા, પી આઈ જે એમ જાડેજા, તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. અગાઉ પણ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં 875 કરોડના માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. નો ડ્રગ્સ ઇન ગુજરાત અંતર્ગત માદક પદાર્થનો યોગ્ય રીતે નીકાલ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.


  • Follow us on: