ભૂજમાં BSF સ્થાપના દિવસની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ થઈ રહી છે. BSFની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવા પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ના રહે માટે હાલમાં BSFના જવાનો કાર્યક્રમનું રિહર્સલ કરી રહ્યા છે. BSF સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવશે.


બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી 

ભુજ ખાતે 21 નબેમ્બરના દિવસે બીએસએફના સ્થાપના દિવસ ઉજવણી કરાશે. આ વર્ષે બીએસએફની સ્થાપના ને 60 વર્ષ પુરા થઈ રહ્યા હોવાથી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પરેડ અને વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવશે. તેમજ શસ્ત્ર પ્રદર્શન થકી બીએસએફ પોતાની તાકાતનો પરિચય કરાવશે. ભુજ ખાતે BSF જવાનોની બાઈક યાત્રાનું સમાપન યોજાશે.

BSFના 60 જવાનોની ભવ્ય બાઇક રેલી

નોંધનીય છે કે BSFના 60માં સ્થાપના દિવસ નિમિત્તે નિકળેલી BSFના 60 જવાનોની ભવ્ય બાઇક રેલી જમ્મુ કાશ્મીરથી ગુજરાતની સરહદે આવેલા વાવ થરાદ જીલ્લાના માવસરી ખાતે આવી પહોંચતી હતી. જ્યાં જવાનોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરાયું હતું. બીએસએફના જવાનોએ ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે સ્થાનિકોને સંદેશો આપ્યો હતો.  મહત્વનું છે કે ઓપરેશન સિંદૂરમાં ભૂજ એરબેઝ અને BSF જવાનોએ મહત્વની કામગીરી કરી હતી. જવાનોની હિમંતની પીએમ મોદીએ પણ પ્રશંસા કરી હતી.

  • Follow us on: