બોટાદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા સળંગપુર રોડ પર માર્ગ રિપેરિંગ અને વિકાસ કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન JCB મશીન દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ વખતે અચાનક ભૂગર્ભમાં રહેલી ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાઇપલાઇન તૂટવાને કારણે ગેસનું જોરદાર લીકેજ શરૂ થઈ ગયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
ગેસ કંપની દ્વારા તાત્કાલિક સપ્લાય બંધ કરાયો
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસ કંપની (Gujarat Gas) ના ટેક્નિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ગેસ કંપનીની ટીમે ત્વરિત અને ઉત્તમ સમયસૂચકતા દાખવીને સંબંધિત વિસ્તારનો ગેસ સપ્લાય તાત્કાલિક ધોરણે બંધ કરી દીધો હતો, જેના કારણે લીકેજ અટકાવવામાં મોટી સફળતા મળી હતી. સદભાગ્યે કોઈ પણ પ્રકારની આગ કે વિસ્ફોટ જેવી ઘટના ન સર્જાતા એક મોટો ત્રાસદાયક અકસ્માત ટળી ગયો હતો અને મોટી જાનહાનિ થતા અચી ગઈ હતી.
