બોટાદ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે મજુરો/કારીગરો/કર્મચારીઓ દેશ/રાજ્ય/જિલ્લા બહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી, ચોકીદા૨, કારખાનામાં, મકાન બાંધકામમાં, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં, ફેક્ટરીઓમાં અને ખેતીના તેમજ વેપા૨-ધંધામાં મજુ૨ તરીકે જિલ્લામાં આવે છે.


પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા દેશની આંતરીક સુરક્ષા માટે પણ આ બાબત યોગ્ય અને ઇચ્છનીય નથી

જેમાં અમુક ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા ગુનાહિત માનસ ધરાવતા ઇસમો હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અમુક કિસ્સાઓમાં તેમના વતનમાં કે અન્ય શહે૨માં ગંભી૨ ગુન્હાઓ આચરી અન્ય જિલ્લામાં આશરો લેતા હોય અને આવા મજુરોના ટુકા નામ સિવાય માલિક પાસે વિશેષ કોઇ માહિતી હોતી નથી જેથી આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ભવિષ્યમાં કોઇ ગુન્હેગા૨ ગુન્હો કરી નાસી જાય તેવા સંજોગો માટે વ્યક્તિની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થવી આવશ્યક જણાય છે. ઉપરાંત પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા દેશની આંતરીક સુરક્ષા માટે પણ આ બાબત યોગ્ય અને ઇચ્છનીય નથી.

રજીસ્ટર રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમે નિયમીતપણે નિભાવવાનું રહેશે

જેથી તે માટે જાહે૨ હિતમાં બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ-૧૪૪) થી તેમને મળેલી અધિકા૨ની રૂએ ફ૨માવ્યુ છે કે, કોઇપણ સંસ્થા/એકમ તરફથી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનાર તમામનાં નામ, સરનામા / સંપર્ક નંબર સાથેનું સુવાચ્ય ૨જીસ્ટર તથા રજીસ્ટરમાં પુરૂષ શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારનો ડાબા હાથનો અંગુઠો અને સ્ત્રી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારનો જમણા હાથના અંગુઠાના નિશાન સાથેનું રજીસ્ટર રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમે નિયમીતપણે નિભાવવાનું રહેશે.

એકમે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે અચુક આપવાની રહેશે

દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારની સંપૂર્ણ ઓળખ, નામ, સરનામું, ટેલીફોન/મોબાઈલ નંબર તેમજ તેઓના પરિચિત સગા, સબંધીઓના નામ/સરનામા અને ટેલીફોન/મોબાઈલ નંબરની સંપૂર્ણ સુવાચ્ય વિગતો પણ ૨જીસ્ટરમાં નોંધવાની જવાબદારી જે તે રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમના માલીકોએ નિયમિતપણે નિભાવવાની રહેશે. દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારના ઓળખકાર્ડ (ચૂંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) વિગેરેની ફોટો કોપી જે તે સંસ્થા એકમ ખાતે સુરક્ષિત રાખવાની રહેશે. દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારના ૨જીસ્ટર વ્યવસ્થિત બનાવી, તમામની ફોટો ઓળખકાર્ડ (ચૂંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) સહિતની યાદી રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે અચુક આપવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

કામે રાખેલ શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનાર પૈકી છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી ફોટો ઓળખકાર્ડ (ચૂંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) સહિત તુરંત જ મદદનીશ શ્રમ આયુક્તશ્રી, બોટાદનો તથા જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને પુરી પાડવાની રહેશે. કોઈપણ લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને શ્રમિકો/કામદારો/રોજગારી પુરા પાડી શકશે નહીં, તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાક્ટરોથી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવી શકશે નહીં. આ હુકમ તા. ૧૦-૧૧-૨૦૨૫થી ૦૮-૦૧-૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Follow us on: