બોટાદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ. મગફળીની ખરીદી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદી લઈને બોટાદ જિલ્લામા કુલ ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી બે કેન્દ્રો પર ગઇકાલે ખરીદી શરૂ કરવામાં આવી હતી.ગઢડા તેમજ પાળીયાદ સબ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ગઈ કાલે શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોને મગફળીના સારા વેચાણની અપેક્ષા છે.


મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

આજે બોટાદ કોટન યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી. જિલ્લામા કુલ ૯ હજાર કરતા વધુ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખરીદી કેન્દ્રો દ્વારા રોજ 100 ખેડુતોને મેસેજ કરીને બોલાવવામાં આવશે. 1452 રૂપિયાના ભાવથી એક ખેડુત દિઠ વધુમાં વધુ 125 મણ મગફળીની કરશે ખરીદી. બજારભાવ 1 હજારથી 1100 નો ભાવ છે ત્યારે સરકાર દ્વારા 400થી વધુ ભાવથી ખરીદી કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 

પ્રથમ વખત મગફળીની ખરીદીનું લાઈવ સ્ટ્રીમિંગ થશે

મહત્વનું છે કે રાજ્યભરમાં મોટાભાગના સ્થાનો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. અને રાજ્યમાં પ્રથમવાર મગફળી ખરીદીનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. રાજ્યભરમાં મગફળીની ખરીદીને લઈને ખરીદ કેન્દ્રો પર કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી નજર રાખવામાં આવશે. મોનિટરિંગ માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. ખરીદ કરતી એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવશે. CCTV કેમેરાથી ખરીદ કેન્દ્ર પર નજર રાખવામાં આવી રહી છે. જો કે રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટેક્નિકલ ખામીના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થયો છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ તાત્કાલિક ખરીદી શરુ કરવા માગ કરી છે.

કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેડૂતો પાયમાલ

જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. માવઠાના કારણે મગફળી, કપાસ જેવા પાકને નુકસાન થતા ખેડુતો પાયમાલ થયા. બોટાદ જિલ્લામાં પણ સતત પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાની સહન કરવી પડી છે. ખેડૂતો દ્વારા સહાય પેકેજની માગ કરાતા રાજ્ય સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાયો હતો. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર રિપોર્ટના આધારે ખેડૂતોની સહાય કરશે તેવી જાહેરાત કરી હતી.

  • Follow us on: