તે વાહનો “જેમ છે જયાં છે અને જે છે તે" (As is where is bases and As is what is basis) રીતે હરાજી કરવા ના હોઇ, તો ઠરાવેલ શરતો એ ટુ બીડ સિસ્ટમ (કોમર્શિયલ બિડ તથા પ્રાઇઝ બીડ) થી ટેન્ડર અલગ અલગ સીલબંધ કવરમાં રજી.એડી/સ્પીડ પોસ્ટથી મંગાવવામાં આવે છે.


ટેન્ડર ભરનાર વ્યક્તિ/પેઢીના પ્રતિનિધિ ઓથોરીટી લેટર સાથે હાજર રહી શકશે

કચેરીના ચાલુ કામકાજના દિવસો દરમ્યાન તા ૧૦-૧૧-૨૦૨૫ થી તા ૧૭-૧૧-૨૦૨૫ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાક દરમ્યાન રૂ. ૫૦૦/- નો ડી.ડી. (નોન રીફન્ડેબલ) રજુ કરવાથી નિયત કોરા ટેન્ડર ફોર્મ (નોન ટ્રાન્સફરેબલ) ઓડિટ શાખાના જુનિયર ક્લાર્કશ્રી (ટેક્ષરીકવરી) પાસેથી મેળવી શકાશે. તેમજ ઓરીજનલ ટેન્ડર ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા ૧૮-૧૧-૨૦૨૫ ના ૧૭.૦૦ કલાકમાં અત્રેના સરનામે પહોંચતા કરવાના રહેશે જેમાં અરજદારે પાન કાર્ડની ઝેરોક્ષ નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, સરનામાનો પુરાવો મતદાર કાર્ડની ઝેરોક્ષ નકલ તથા નીચે કોઠામાં જે તે વાહન સામે દર્શાવેલ અનામતની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહશે. સૌપ્રથમ સીલબંધ કોમર્શીયલ બીડ સક્ષમ અધિકારીની હાજરીમાં તા ૧૯-૧૧-૨૦૨૫ ના ૧૨.૦૦, કલાકે ખોલવામાં આવશે જેમાં ચકાસણીના અંતે પાત્રતા ધરાવતી પાર્ટીના જ સીલબંધ ટેકનીકલ બીડ/પ્રાઇઝ બીડ તુરંત જ ખોલવામાં આવશે. જેમાં ટેન્ડર ભરનાર વ્યક્તિ/પેઢીના પ્રતિનિધિ ઓથોરીટી લેટર સાથે હાજર રહી શકશે.

વાહન નિરીક્ષણ તા ૧૭-૧૧-૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજ ના દિવસો દરમ્યાનના કલાકોના સમયગાળામાં થઇ શકશે.

GJO4Z5128, Maxi Cab, અપસેટ પ્રાઈઝ 39,600/-, અનામતની રકમ 5000/-, વાહનની સ્થિતિ સ્ક્રેપ

GJO3AT1032, વાહનનો પ્રકાર HGV, અપસેટ પ્રાઈઝ 4,05,000/-, અનામતની રકમ 40500/-, વાહનની સ્થિતિ સ્ક્રેપ

GJO3Y9663, વાહનનો પ્રકાર MGV, અપસેટ પ્રાઈઝ 2,61,000/-,અનામતની રકમ 26100/-, વાહનની સ્થિતિ ચાલી શકે તેવી

કોઇ પણ ટેન્ડર કે ટેન્ડરો કોઇપણ કારણ દર્શાવ્યા વિના અંશત: કે પૂર્ણ રદ કરવાનો અધિકાર અત્રેની કચેરીના સક્ષમ અધિકારીનો રહેશે તેમ સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


  • Follow us on: