રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત રત્નના મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.
બોટાદના ભીમદાડમાં રાજકીય ગરમાવો
રીવાબાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે, "કોંગ્રેસે સરદાર પટેલ જેવા વિરલ વ્યક્તિત્વની અવગણના કરી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને જીવતે જીવત ભારત રત્ન આપી શકાયો, ત્યારે કોંગ્રેસે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલને જીવતા જીવત આ સન્માનથી વંચિત રાખ્યા. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે ક્યારેય એવું ઈચ્છ્યું જ નહોતું કે સરદારનું આગવું ઉપલબ્ધિ ધરાવતું વ્યક્તિત્વ વિશ્વભરમાં નામના મેળવે. આ ઉદબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.













