બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રેતી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, જેના વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રાણપુરના સ્મશાન નજીક ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે રેતી ચોરી કરવામાં આવી રહી હોવાનો આ વાયરલ વીડિયોમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.
જાગૃત નાગરિક દાનાભાઈ રમારે વાયરલ કર્યા રેતી ચોરીના વીડિયો અને ઓડિયો













