બોટાદ જિલ્લામાં વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે, આગામી તા. 01-08-2025થી નોન ટ્રાન્સપોર્ટ ટૂ વ્હિલર GJ33M, ફોર વ્હિલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની સfરીઝ GJ33T સીરીઝના પસંદગીના સિલ્વર ગોલ્ડન નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ- ઑક્શનથી ફાળવવામાં આવશે.


parivahan.gov.in વેબસાઈટ પર જઈ કાર્યવાહી રહેશે

જેથી જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત) માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઈટ પર જઈ કાર્યવાહી રહેશે.

તા. 01-08-2025 થી 03-08-2025 સમય- બપોરે 4 :00 સુધીમાં અરજી કરવાની રહેશે.

01-તા. 03-08-2025થી 05-08-2025 ના રોજ બપોર 4:00 સુધી બીડીંગ રહેશે.

02-જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. જેની નોંધ લેવી.

03-ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓ ની અનામત રહેશે.

04-વધુ માહિતી પરથી મેળવી શકાય છે તેમ એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • Follow us on: