વડોદરાના પાદરમાં થયેલા બ્રિજ અકસ્માત બાદ તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. શહેર તથા નદીઓ પરના બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. જો બ્રિજની હાલત ખરાબ દેખાય તથા કોઈ જર્જરીત બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.


મહીસાગર નદી પરનો બ્રિજ ભારે વાહન માટે બંધ

વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સેવાલિયા મહીસાગર ઉપર બ્રિજ ખૂબ જ ખખડધજ અને જૂનો છે. ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે, ત્યારે હાલક ડોલક ઉપરાંત વાઇબ્રેટ થાય છે. ગોધરાથી સેવાલિયા જવા માટે બાલાસિનોર હાઇવેનો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. નાના વાહનો માટે મહીસાગર ઉપરનો જુનો બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે.

સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બ્રિજ બંધ

 મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. કેટલાક ભારે વાહનોને પોલીસે બ્રિજ ઉપર જતા રોક્યા અને પરત જવા કહ્યું છે. સેવાલિયા ચોકડી ઉપરથી જ ડાઈવર્જન આપી હાઇવે ઉપર ભારે વાહનો વાળવામાં આવ્યા છે. જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. ગોધરાથી સેવાલિયા જવા માટે બાલાસિનોર હાઇવેનો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. નાના વાહનો માટે મહીસાગર ઉપરનો જુનો બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે,


  • Follow us on: