ગુજરાતમાં વધુ એક ગોઝારી દુર્ઘટના બનવા પામી. આજે વહેલી સવારે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો. દુર્ઘટનામાં વાહનો અને લોકો 30 ફૂટ ઉંડા પાણીમાં ખાબકયા. આ દુર્ઘટનામાં 10 લોકોનો મોત થયાનું સામે આવ્યું. પગલે તંત્ર દ્વારા હજુ પણ રેસ્કયુ કામગીરી ચાલુ છે. દરમિયાન આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પઢિયાર પરિવારના એક શખ્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે અમને રોકવામાં આવ્યા. જો અમારા યુવકોને જવા દીધા હોત તો સંભવત મારા ઘરના લોકોને અમે બચાવી શકયા હોત.















