વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં છે.કેટલાક વાહનો પણ બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતાં. આ બ્રિજને લઈને લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતોને અવગણીને અધિકારીઓએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. અધિકારીઓ અને રાજકારણીઓની ઘોર નિંદ્રાના કારણે જ આ ઘટના બની હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બાદ અધિકારીઓ સાથેની બેઠકમાં તપાસનો આદેશ આપ્યો હતો.
ચકાસણીના રીપોર્ટમાં બ્રિજને રીપેર કરવા લાયક ઠેરવવામાં આવ્યો













