સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો હતો. હવે પાંચ દિવસ બાદ ફરીવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 90 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 87 પૈસાનો વધારો થયો છે. અગાઉ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ઈંધણની કિંમતોમાં વધારો થશે તેવા સંકેતો આપ્યા હતાં. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયાને પાર થઈ ગયું છે. જ્યારે ડિઝલની વાત કરીએ તો 91.58 રૂપિયા ભાવે વેચાશે.

ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે

સરકારી ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે. પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો આજથી જ લાગુ થઈ જશે. અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે તો કંપનીઓનું એક ક્વાર્ટરમાં નુકસાન એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હવે જે ભાવ વધારો થયો છે તે સરકારી કંપનીઓને થઈ રહેલા નુકસાનની તુલનાએ ખૂબ ઓછો છે.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ગુજરાતમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો, રાજકોટમાં પેટ્રોલ 90 પૈસા વધતાં નવો ભાવ 98.17 રૂપિયા પ્રતિ લિટર થયો છે. જ્યારે ડીઝલનો નવો ભાવ 94.50 રૂપિયા થયો છે. સુરત શહેરની વાત કરીએ તો પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 95 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો નવો ભાવ 98.26 અને ડીઝલનો નવો ભાવ 94.13 રૂપિયા થયો છે. અગાઉ વડોદરામાં પેટ્રોલ 97.10 અને ડીઝલ 92.79 રૂપિયાના ભાવે વેચાયું હતું. સુરતની વાત કરીએ તો, પેટ્રોલ 97.40 અને ડીઝલ 93.17નો ભાવ નોંધાયો હતો. રાજકોટની વાત કરીએ તો, પેટ્રોલ 97.27 અને ડીઝલ 93.60 રૂપિયા પ્રતિ લિટરના ભાવે પહોંચ્યું હતું. 

આ પણ વાંચોઃ Auto News: હવે મોંઘા પેટ્રોલ-ડીઝલથી મેળવો રાહત: આ ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર મળશે રૂ.3.8 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!