સરકાર દ્વારા દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME)’ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ખાનગી ઉદ્યોગો, એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
ખાનગી ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી સહાય
આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા ખાનગી ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૧૦ લાખ સુધીની સહાય મળે છે. તેમજ એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૦૩ કરોડ સુધીની સહાય મળે છે. આ યોજના હેઠળ અનેક પ્રકારના ખાદ્ય ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો સહાય મેળવી શકે છે, જેમાં ધાન્ય પાકો દાળ મિલ, ચોખા મિલ, પાપડ, ખાખરા, બેકરી ઉત્પાદનો, નમકીન, રેડી-ટુ-કુક (તૈયાર-રસોઈ), રેડી-ટુ-ઈટ (તૈયાર-ભોજન) વગેરે.













