GSTમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિફોર્મથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેતી ઉપયોગી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાતા ખેડૂતોને હવે ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, કૃષિ મશીનરી પર GST 5 ટકા કરાયો છે જ્યારે જંતુનાશક દવાઓ પર પણ ટેક્સનો ઘટાડો કરાયો છે. ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.


જીએસટી ઘટાડી 18 ટકામાંથી 5 ટકા જેટલો કરાયો

સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરી ટ્રેકટર સહીત કૃષિ મશીનરીના જીએસટી ઘટાડી 18 ટકામાંથી 5 ટકા જેટલો જીએસટી કરવાનો નિર્ણય કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એક તરફ સરકાર દ્વારા જીએસટીનો માર તો બીજી તરફ ખેડૂતોને પાકોમાં નુકશાનીને કારણે ખેડૂતોના પડતા પર પાટા જેવી સ્થિતિ હતી પરંતુ સરકાર દ્વારા હવે ખેડૂતોનું હિત વિચારી ટ્રેકટર સહીતની ખેડૂતોની જરૂરી સાધન સામગ્રી પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે.

ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે

બનાસકાંઠાના ખેડૂતોએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમય થી એક તરફ જીએસટીનો માર તો બીજી તરફ અલગ અલગ સીઝનોમાં પાક નુકશાનીને કારણે ખેડૂત બરબાદી તરફ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે જીએસટીમાં જે ઘટાડો કર્યો છે તેનાથી ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર દ્વારા કરાયેલો આ નિર્ણય એ ખેડૂતો માટે ખુબ જ લાભદાયી નિર્ણય છે આ નિર્ણયને કારણે ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે.

  • Follow us on: