દિવાળી બાદ સોના અને ચાંદીના બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે પણ અંદાજે 7,000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 4થી 5 દિવસમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં કુલ 17,000 રુપિયાનો તોતિંગ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાને પગલે બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

5 દિવસમાં સોનામાં 17,000 રુપિયાનો ઘટાડો

સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ પ્રતિ 10 ગ્રામ સોનામાં અંદાજે રુપિયા 7,000નો ઘટાડો થયો છે. છેલ્લા 4થી 5 દિવસમાં સોનાના ભાવમાં કુલ 17,000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. એક વર્ષની અંદર સોનાનો ભાવ 1.83 લાખથી ઘટીને 1.27 લાખ પર પહોંચ્યો છે. આમ, એક વર્ષમાં સોનાના ભાવમાં 56,000નો ઘટાડો થયો છે.

ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 4.25 લાખથી ઘટીને 2.73 લાખ પર પહોંચ્યો છે. આમ, ચાંદીના ભાવમાં 1.52 લાખનો ઘટાડો નોંધાયો છે. ટોચના સ્તરની સરખામણીએ હાલ સોનું અંદાજે 30થી 35 ટકા અને ચાંદી આશરે 55 ટકા નીચા ભાવે મળી રહી હોવાનું જણાવાયું છે.

અમેરિકન ફેડરલ બેંકના નિર્ણયની અસર

અમેરિકન ફેડરલ બેંક દ્વારા વ્યાજદર વધારવાની શક્યતાઓ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ પર દબાણ લાવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ચોક્કસ ડોલરનું સ્તર તોડે તો આગામી દિવસોમાં પણ ભાવમાં વધુ ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીની અપીલ ફરી ચર્ચામાં

સોનાના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની કરવામાં આવેલી અપીલ પણ ફરી ચર્ચામાં આવી છે. આ ઘટાડાને પ્રધાનમંત્રીની દીર્ઘદૃષ્ટિ સાથે જોડવામાં આવી રહ્યો છે.

લગ્નસરાની સિઝન પહેલાં ખરીદીની તક?

આગામી લગ્નસરાની સિઝન અને તહેવારોને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો ગ્રાહકો અને રોકાણકારો માટે ખરીદીની તક તરીકે જોવામાં આવી રહ્યો છે. બજારમાં ભાવ ગમે ત્યારે ફરી વધી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો દ્વારા ઘટાડાના સમયમાં ખરીદી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.  


આ પણ વાંચો :    Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન