છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, બોડેલીના ધનપુર ખોસ વસાહતામાં બાળક રમી રહ્યું હતુ તે દરમિયાન શ્વાને તેની પર હુમલો કર્યો હતો અને શ્વાન તેને ગળાના ભાગે ઢસેડીને બહાર લઈ ગયો હતો અને તેનું મોત થયુ હતુ, સમગ્ર ઘટનામાં ગામના સરપંચે પણ નગરપાલિકાને જાણ કરી છે અને રખડતા શ્વાનને પકડી લેવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે તેવી માગ ઉચ્ચારી છે.
બોડેલીના ધનપુર ગામે રખડતા શ્વાનનો આતંક
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક માસૂમ બાળકને રખડતા શ્વાને ફાડી ખાધુ છે, પાવીજેતપુરના રતનપૂરમાં રહેતા ઉષા બેન તેમના 3 વર્ષના બાળક સાથે પિયરમાં આવ્યા હતા અને બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક શ્વાન નજીક આવે છે અને બાળક પર હુમલો કરે છે જેથી બાળક નીચે પડતા તેને ગળાના ભાગેથી શ્વાન પકડે છે અને દૂર સુધી લઈ જાય છે, બાળકને શ્વાન નર્મદાની કેનાલ સુધી લઈ જાય છે અને તેને ત્યાં જ છોડી છે, તો ગ્રામજનોએ બાળકને શોધતા બાળક કેનાલ પરથી મળી આવ્યો હતો, બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર
બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.