સુરતના ઘોડદોડ રોડ પર તમંચાની અણીએ લૂંટનો વોન્ટેડ આરોપી 23 વર્ષે મથુરાથી પકડાયો છે. સુરત PCB પોલીસે વોન્ટેડ આરોપી બલવીરસિંહ વલવીર સિંહ ગુર્જરને ઝડપી પાડ્યો છે. વર્ષ 2002માં બલવીરે તેના સાગરીતો સાથે મળી ઘોડદોડ રોડના દુકાનદારને તમંચો તથા ચપ્પુ બતાવી લૂંટ કરી હતી. જે લૂંટમાં દુકાનદારને તમંચો તથા ચપ્પુ બતાવી રૂપિયા 1.96 લાખ રોકડા રકમની લૂંટ ચલાવી હતી.
લૂંટનો વોન્ટેડ આરોપી 23 વર્ષે મથુરાથી પકડાયો













