અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવસેને દિવસે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડિજિટલ એરેસ્ટના કેસમાં મોટી કાર્યવાહી છે. ડીજિટલ એરેસ્ટના કેસમાં 86 લાખની છેતરપિંડી કરનારા ચાઈનીઝ સાયબર ગેંગના સભ્યોને સીમ કાર્ડ આપતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીથી ઋષિકેશ ઉર્ફે ઋષભ જયકર અને કર્ણાટકના બેલગામમાં રહેતા સુરેશ ગુડીમની ધરપકડ કરી લીધી છે અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ બનાવટી કંપનીના સીમકાર્ડ ઈસ્યુ કરતા
આ બંને આરોપીઓ દ્વારા બનાવટી કંપનીના નામે સીમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવતા હતા. આ સીમ કાર્ડનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ જેવી ગંભીર છેતરપિંડીમાં થતો હતો. સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવટી કંપની ચાલુ કરીને 550 એરટેલ કંપનીના સીમકાર્ડ મેળવ્યા હતા. 2500થી વધુ સીમકાર્ડ ચાઈનીઝ ગેંગને આપ્યા છે. 20,000-25,000માં નોકરી આપવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી કંપની ચાલુ કરતા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે એક આરોપી ઋષિકેશ જયકરે રોબોટીક એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલો છે. આ બંને આરોપી મુંબઈમાં જીમ અને કાફે ચલાવતા હતા. એચઆરડેની નામના આઈડી ધરાવતા વ્યક્તિ સાથે સંપર્ક કરી સીમ કાર્ડની હેરાફેરી કરતા હતા. 300-350 રૂપિયામાં સીમ કાર્ડ મેળવી 600થી વધુ રૂપિયામાં વેચતા હતા.













