આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 2 દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 25 ઈસમોને "પાસા" તેમજ 20 ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનરે કરી કાર્યવાહી
આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તેમજ લોકોમાં કોમી એખલાસ તેમજ સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી તા.૧૭.૬.૨૦૨૫ તથા ૧૮.૬.૨૦૨૫ ના રોજ બે દિવસમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકના આદેશથી કાર્યવાહી કરાઈ છે.
20 ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે
શહેરના અમરાઇવાડી, માધવપુરા, સાબરમતી, કાગડાપીઠ, વટવા, મણીનગર, રામોલ, શહેરકોટડા, કાલુપુર, સરખેજ, સરદારનગર, દાણીલીમડા, રાણીપ, રીવરફ્રંટ વેસ્ટ, ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ ૨૫ ઈસમો વિરુધ્ધ "પાસા" ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય 20 ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહયા છે
અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે અને આવા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહયા છે.












