અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ફરિયાદીની ઓફિસ પર જઈને હુમલો કર્યો હતો. આઠ લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા હતાં. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફરિયાદીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ મરાઠી, પ્રમોદ મરાઠી, પ્રમોદ ગુડદે, શાકા મરાઠી, વિજય મરાઠી અન્યા મરાઠીએ હુમલો કર્યો છે.


અમદાવાદના બાપુનગરમા અસામાજિક તત્વોનો હુમલો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્ચાં છે. જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ફરિયાદીની ઓફિસ પર જઈ કેટલાક તત્વોએ લાકડીઓથી હુમલો કર્યો હતો. આઠ જેટલા શખ્સો હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણે પણ અગાઉ શહેરકોટડામાં મારામારી કરી હતી.મારામારીની અદાવત રાખી ફરિયાદી પર કરાયો હુમલો કરાયો છે. ફરિયાદી અને આરોપી બન્ને હાલ ફરાર હોવાનુ સામે આવ્યુ છે.સમગ્ર ઘટનામાં બાપુનગર અને શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat Local body election result 2026: મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ


  • Follow us on: