અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની ગંભીર રીતે માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર ઇસનપુર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.
તિર્થભુમી એપાર્ટમેન્ટમાંથી નગ્ન હાલતમાં મળી આવ્યો યુવક
મળતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરોએ યુવક જીગર સોલંકીને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને નગ્ન અવસ્થામાં છોડીને ફરાર થઈ ગયા હતા. ઇસનપુર ખાતે આવેલા તિર્થભુમી એપાર્ટમેન્ટમાંથી યુવક અત્યંત ગંભીર અને દયનીય હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
