અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી રૂપિયા 75 લાખના સોનાની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લૂંટનો ભેદ ઉકેલાતાં ખુદ ખાખી વર્ધી જ ડાઘાદાર સાબિત થઈ છે. આ ગુનામાં ડાંગ હેડક્વાર્ટરના પોલીસકર્મી કૃપારાવ દેવૈયાની મુખ્ય સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, આ સમગ્ર કાવતરામાં મદદગારી કરનાર નટવર પરમાર નામના શખ્સને પણ પોલીસે દબોચી લીધો છે.
મહિલા પોલીસના પતિ અને અન્ય પોલીસકર્મીઓની કાળી કરતૂત
પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો ચોંકાવનારા છે. આ લૂંટ મુકેશ અને મહિપાલ નામના પોલીસકર્મીઓની મદદથી અંજામ આપવામાં આવી હતી. એટલું જ નહીં, તપાસ દરમિયાન એક મહિલા પોલીસકર્મીના પતિની પણ આ લૂંટના કાવતરામાં સીધી સંડોવણી ખુલી છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
