અમદાવાદ શહેરમાં અગાઉ શાળાઓ, કોર્ટ અને મહત્ત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. પોલીસની ઊંડાણપૂર્વક થયેલી ટેક્નિકલ તપાસમાં આ આખી ઘટના પાછળ કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું Cross-Border Conspiracy હોવાનું સામે આવ્યું છે. ધમકીભર્યા મેઈલ મોકલવાનું આ નેટવર્ક સીધું Pakistan સાથે જોડાયેલું હોવાના પાક્કા પુરાવાઓ સાયબર ક્રાઇમને હાથ લાગ્યા છે.
હેક કરેલા ઈમેલ આઈડીનો વેપાર અને Crypto Currency થી નાણાકીય વ્યવહારો
તપાસમાં બહાર આવ્યું છે કે તહેવારો કે મોટા કાર્યક્રમો પહેલાં સામાન્ય નાગરિકોમાં Fear and Panic ફેલાવવાના હેતુસર આ મેઈલ મોકલવામાં આવતા હતા. આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા હેક કરાયેલા અને જૂના Old/Hacked Email IDs ખરીદવામાં આવતા હતા. બાંગ્લાદેશી નાગરિકો દ્વારા આ ઈમેલ આઈડી પાકિસ્તાનમાં બેઠેલા હેકર્સ કે ઓપરેટરોને વેચવામાં આવતા હતા. આ સમગ્ર સોદાબાજી અને વ્યવહારો માટે અનોખી મોડસ ઓપરેન્ડી વાપરીને પાકિસ્તાનથી Crypto Currency ના માધ્યમથી નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોવાનું ટેક્નિકલ એનાલિસિસમાં ખુલ્યું છે.
