બિટકોઈન કૌભાંડમાં 14 આરોપીને જન્મટીપની સજા કોર્ટે સંભળાવી છે, પૂર્વ MLA નલિન કોટડિયાને જન્મટીપની સજા, અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ દોષિત, અમરેલીના PI અનંત પટેલને જન્મટીપની સજા કોર્ટે સંભળાવી છે, વર્ષ 2018માં નોંધાયો હતો બિટકોઇન કેસ અને સમગ્ર કેસની CID ક્રાઈમ દ્વારા કરાઇ હતી તપાસ.


પોલીસ કોન્સ્ટેબલ સહિત 14ને જન્મટીપની સજા

અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ અને પૂર્વ ધારાસભ્ય સહિત 14 લોકોને જન્મટીપની સજા આપવામાં આવી છે, પુરાવાના અભાવે જતીન પટેલ નિર્દોષ જાહેર થયો છે, વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું છે અને આરોપીઓએ 200 બિટકોઇન પડાવ્યા હતા આ કેસમાં પોલીસ સામે પણ ગુનો નોંધાયો હતો, આરોપીને છોડવા માટે 32 કરોડની માગ કરાઈ હતી.

અમરેલી બિટકોઈન કૌભાંડ કેસમાં મોટો નિર્ણય

આ કેસ બહુ ચર્ચામા રહ્યો હતો અને કોર્ટે 6 વર્ષ પછી આ કેસમાં ચૂકાદો આપ્યો છે, અમદાવાદ સેશન્સ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે, આ કેસમાં આરોપીઓ ઉપર IPC 364(A), 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 7, 13(A)(1), 13(3)(2)(1), (D)(1), 15 હેઠળ ગુનો નોંધાયો છે. સરકાર તરફી આ કેસમાં 172 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

બિટકોઈન એટલે શું

બિટકાઈન એ પ્રથમ વિકેન્દ્રિત ક્રિપ્ટોકરન્સી છે. મુક્ત-બજારની વિચારધારા પર આધારિત છે, વર્ષ 2008માં બિટકોઇનની શોધ કરવામાં આવી હતી જ્યારે એક અજાણી એન્ટિટીએ સાતોશી નાકામોટોના ઉપનામ હેઠળ શ્વેતપત્ર પ્રકાશિત કર્યું હતું. ચલણ તરીકે બિટકોઈનનો ઉપયોગ 2009માં શરૂ થયો અને તેના ઓપન સોર્સ અમલીકરણની રજૂઆત સાથે.

ગુજરાત સીઆઈડી ક્રાઈમ આ કેસની તપાસ ચલાવી રહી હતી

આ કેસમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર પોલીસ કર્મીઓ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને પૂર્વ એસપી જગદીશ પટેલ એક બીજાના સંપર્કમાં હતા, બિટકોઈન જેના હતા તેને ગાંધીનગર બોલાવી ખંડણી પણ માગી હોવાની વાત સામે આવી હતી, શૈલેષ ભટ્ટના મોબાઈલ ટાવરો ચેક કરી પીઆઈ અનંત પટેલની ટીમ પહોંચી હતી. 

  • Follow us on: