અમદાવાદના પાલડીમાં દેરાસરમાં થયેલી 1.65 કરોડની ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પૂજારી મેહૂલ રાઠોડે તેની પ્રેમિકા માટે આ ચોરી કરી હતી.


પૂજારી મેહુલ રાઠોડ પ્રેમિકા માટે ચોરી કરતો

પૂજારી મેહુલ રાઠોડ પ્રેમિકા માટે ચોરી કરતો હતો જેથી પોલીસે મેહુલ રાઠોડની પ્રેમિકાની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પૂજારી મેહુલને બે વર્ષ પહેલા સફાઇકર્મી મહિલા સાથે પ્રેમ થયો હતો અને પ્રેમિકાને મોજ શોખ કરાવવા તે ચોરીઓ કરતો હતો.

પૂજારી અને તેની પ્રેમિકા બંને પરિણીત

તપાસમાં જણાયુ હતું કે પૂજારી અને તેની પ્રેમિકા બંને પરણિત છે. પાલડીના ચકચારી જૈન દેરાસરમાં 1.65 કરોડ ની ચોરી મામલે હવે પાલડી પોલીસે મહિલા આરોપી પુરી દેવીપૂજકની પણ ધરપકડ કરી છે.

 15 વર્ષ થી મેહુલ રાઠોડ જૈન દેસરારમાં પૂજારી તરીકે કામ કરતો

છેલ્લા 15 વર્ષ થી મેહુલ રાઠોડ જૈન દેસરારમાં પૂજારી તરીકે કામ કરતો હતો.. બે વર્ષ પહેલા સફાઈ કર્મચારી મહિલા સાથે પ્રેમ સબંધ બંધાતા તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. મોજશોખ કરવા અને પ્રેમિકાનો ખર્ચો ઉઠાવવા પૂજારી ચોરી કરતો હોવાનું ખુલ્યું છે જેથી ક્રાઈમ બ્રાન્ચે ચોરી કેસમાં પૂજારી મેહુલ રાઠોડ ,દિનેશ રાઠોડ ની અટકાયત કરી છે.

પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ઉલ્લેખનિય છે કે આ મામલે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં ભગવાનની આંગી એટલે કે મુગટ તથા કુંડળની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરતા પૂજારી મેહુલ રાઠોડ તથા સફાઇ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરી ઉર્ફે હેતલે ચોરી કરી હોવાનું જણાયું હતુ.

આરોપીઓએ લોકર ખોલીને તેમાંથી 1 કરોડ 64 લાખ 11 હજાર ઉપરાંતની મતાની ચોરી કરી

આરોપીઓએ લોકર ખોલીને તેમાંથી 1 કરોડ 64 લાખ 11 હજાર ઉપરાંતની મતાની ચોરી કરી હતી. પોલીસે સીસી ટીવી કેમેરાના આધારે તપાસ કરતા પૂજારી મેહુલ થોડા સમય માટે ઇલેકટ્રીકની મેઇન સ્વીચ બંધ કરતો જોવા મળ્યો હતો જેથી પોલીસને તેના પર શંકા ગઇ હતી. ઉપરાંત કિરણ અને હેતલનો પગાર ઓછો હોવા છતાં તેમણે વિસનગરમાં મકાન અને વાહન ખરીદેલું હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસને તેમની પર પણ શંકા ગઇ હતી. 

  • Follow us on: