અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ચોરીની ઘટનાઓ વધતાં પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયાં છે. હાલમાં જૈન સમાજનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. આ પર્વ દરમિયાન શહેરના વેજલપુર વિસ્તારમાં જૈન મંદિરમાંથી શાંતિનાથ ભગવાનની ચાંદીની મૂર્તિની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરોએ દેરાસરમાં રહેલા છત્રની પણ ચોરી કરી લીધી













