ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય થઈ ગઈ છે. બુટલેગરો દ્વારા સંતાડવામાં આવેલો દારુ ઝડપી પાડવા પોલીસે દરોડા પાડવાના શરૂ કર્યા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે બુટલેગરના મકાનમાં રેડ કરી હતી. જેમાં ઘરમાં બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.
અમદાવાદ પોલીસની બુટલેગરના ઘરમાં રેડ
અમદાવાદના દાણી લીમડામાં પોલીસે સોહિલ કુરેશી નામના બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા હતાં. સાહિલ કુરેશીના ઘરમાં બનાવવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારુ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ટાંકીમાંથી દારુ મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. દાણીલીમડા પોલીસે બુટલેગર સોહિલ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.













