અમદાવાદના દેત્રોજમાં આચાર્ય અને જુનિયર ક્લાર્ક શિક્ષક પાસેથી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી શિક્ષક પાસે બંનેએ લાંચ માગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું.


શાળાના આચાર્ય અને જુનિયર ક્લાર્ક 35 હજારની લાંચ લેતા ઝડપાયા

શિક્ષણજગતને કલંકિત કરનારી આ ઘટનાની મળેલી માહિતી પ્રમાણે દેત્રોજની શેઠ એલ.વી-કે.વી ભાવસાર સ્કૂલમાં એ ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકામાં શાળાના આચાર્ય અને જુનિયર ક્લાર્ક 35 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.

ફરિયાદ બાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું

મળેલી માહિતી પ્રમાણે શાળાના આચાર્ય અને જુનિયર ક્લાર્કે શિક્ષક પાસે ભરતી બાદ હાજર દર્શાવવા માટે લાંચ માગી હતી .બંનેએ શિક્ષક પાસેથી 35 હજારની લાંચ માગી હતી. જો કે શિક્ષક લાંચ આપવા માગતા ના હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જ્યાં શિક્ષક પાસેથી બંને 35 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીએ આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.


  • Follow us on: