અમદાવાદના ચર્ચાસ્પદ જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે સિક્યુરિટી એજન્સી દ્વારા આરોપી ગાર્ડને નોકરી પર રાખવામાં આવ્યો હતો, તે 'A 1 સિક્યુરિટી એજન્સી'નું લાઈસન્સ છેલ્લા 4 મહિનાથી એક્સપાયર થઈ ગયું હોવાનું બહાર આવતાં આનંદનગર પોલીસે એજન્સીના માલિક રામપ્રકાશ તિવારીની ધરપકડ કરી છે.
ધર્મસિંહ ઘટનાના માત્ર 4 દિવસ અગાઉ જ એજન્સીમાં નોકરી પર લાગ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દુષ્કર્મનો આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ ઘટનાના માત્ર 4 દિવસ અગાઉ જ એજન્સીમાં નોકરી પર લાગ્યો હતો. એજન્સી દ્વારા તેને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ કે વેરિફિકેશન વગર જ ફરજ પર મુકી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ આનંદનગર પોલીસે તપાસ લંબાવતા માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને એજન્સીના કાગળો ચકાસ્યા હતા.
