સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. સાયબર ફ્રોડની ઘટનાઓને રોકવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવી છે. ત્યારે આ સેન્ટર દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કેસમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ,મ્યાનમાર સ્લેવરી રેકેટ સહિતના કેસોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખાનગી બેન્કના 3 કર્મચારીની પણ ધરપકડ કરાઇ
ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો રોકવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવી છે. જેના થકી સાયબર ફ્રોડ કરનારી ટોળકી સુધી પોલીસ પહોંચી છે અને આરોપીઓને પકડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કેસમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાવનગર અને રાજકોટમાંથી સૌથી વધુ આરોપીઓ પકડાયા છે.













