અમદાવાદના અસારવામાં હત્યાની ઘટના બની છે, જેમાં 4 થી 5 શખ્સોએ ભેગા મળીને એક યુવકને માર માર્યો છે અને હત્યા કરી છે, યુવક સાથે અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, મૃતક યુવક કાંકરીયા પાસે એક દુકાનમાં કામ કરતો હતો અને રાત્રીના સમયે તેની હત્યા કરી દેવામાં આવતા પરિવારે હોબાળો મચાવ્યો હતો.


અમદાવાદના અસારવામાં યુવકની હત્યા કરાઈ

અમદાવાદના અસારવામાં જાહેરમાં યુવકને મારમારી 4 થી 5 શખ્સોએ હત્યા કરી છે, હત્યા કરી આરોપીઓ ફરાર થયા છે, આરોપીઓએ પહેલા દુકાનમાં યુવક સાથે મારઝૂડ કરી અને ત્યારબાદ જાહેરમાં માર મારી તેની હત્યા કરી નાખી છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે અને જાહેરમાં યુવકની હત્યા થવાની લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે.

અમદાવાદમાં જાહેરમાં મારમારી યુવકની કરાઈ હત્યા

અમદાવાદમાં જાહેરમાં મારામારી હત્યા અને હત્યાના પ્રયાસના કિસ્સાઓ વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે, મેઘાણીનગર વિસ્તારમાં પટણી નગર ઘંટી સ્ટેન્ડ રામાપીર ઉદ્યાન પાસે એક 22 વર્ષના યુવાન નીતિન પટણીની ચાર થી પાંચ યુવકો દ્વારા ઢોર માર મારી હત્યા કરી દેવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં નીતિન કાંકરિયા ખાતે આવેલ એક દુકાનમાં નોકરી કરતો હતો અને ત્યાં પણ હત્યારાઓ ગયા અને યુવકને માર માર્યો હતો. મૃતક સાથે મારઝૂડ કરી ત્યાંથી તેને લઈ જઈને અસારવા રામાપીરના બગીચા પાસે કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી માર મારનાર લોકો એટલી હદે ખરાબ રીતે માર માર્યો હતો કે યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતુ, તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

  • Follow us on: