અમદાવાદમાં હત્યાના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના પાલડીમાં આજે વહેલી પરોઢે એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા લોકોએ યુવકને કારથી ટક્કર મારી હતી. ત્યાર બાદ છરીના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. સમગ્ર ઘટનામા પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


કેટલાક લોકોએ તેને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નૈસલ ઠાકોર નામના યુવકની નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા લોકોએ આજે વહેલી પરોઢે હત્યા કરી નાંખી છે. યુવકને કારથી ટક્કર મારી ત્યાર બાદ કારમાંથી નીચે ઉતરીને કેટલાક લોકોએ તેને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. આરોપીઓ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.


સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું

પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં આજે વહેલી સવારે નૈસલ ઠાકોર નામનો યુવક અંજલી ફ્લાય ઓવર પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન પાછળથી એક નંબર પ્લેટ વિનાની ગાડીના ચાલકે તેને ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને નૈસલ ઠાકોર પર છરીના ઘા માર્યા હતાં. નૈસલ ઠાકોર રોડ પર જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પાલડી પોલીસે સીસીટીવી મેળવીને આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: