અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે શાળામાં ટોળાએ તોડફોડ કરી હતી અને વિરોધ કર્યો હતો, ત્યારે સ્કૂલના સંચાલકે 500થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, સ્કૂલમાં 15 લાખનું નુકસાન થયું હોવાથી ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, પોલીસની હાજરીમાં તોડફોડ કરવામાં આવી છે, અને ખોખરા પોલીસે સમગ્ર કેસમાં ફરિયાદ નોંધી છે, અને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવશે.
સેવન્થ ડે સ્કૂલમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઇ
ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઈ છે, સ્કૂલના એડમિન મયુરીકા પટેલે આ ફરિયાદ નોંધાવી છે, સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ, કોમ્પ્યુટર, એલસીડી અને સ્કૂલ બસના કાચ તોડવા અંગે ફરિયાદ નોંધાઈ છે, પોલીસની હાજરીમાં જ સ્કૂલ સ્ટાફ સાથે મારામારી અને તોડફોડ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે, ખોખરા પોલીસે રાયોટીંગ, મારામારી અને તોડફોડને લઈ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં જે ટોળાનો ઉલ્લેખ છે તેની અટકાયત પોલીસ ટૂંક સમયમાં કરી શકે છે.
સેવન્થ ડે સ્કૂલ ખાતે NSUIનો વિરોધ
વિધાર્થીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે, NSUIએ સ્કૂલમાં તાળાબંધી કરી છે, તો NSUIની સાથે સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા હતા, સેવેન્થ ડે સ્કૂલનો લોકોએ ઘેરાવ કર્યો છે અને વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદેશનમાં જોડાયા છે, પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે, વિધાર્થીઓ કાળા કપડા પહેરીને શાળાએ પહોંચ્યા છે અને ડીઈઓ વિરુદ્ધ પણ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, લોકોની એક જ માગ છે કે ન્યાય મળે મૃતક વિધાર્થીને.