અમદાવાદના ગોમતીપુરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અલ અમીન હોસ્પિટલ પાસેથી યુવકનો મૃતદેહ મળતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક કોણ છે તેની તપાસ હાથ ધરી હતી. પોલીસ પ્રાથમિક અનુમાન પ્રમાણે આ યુવક રિક્ષામાંથી નીચે પડી જતાં તેનું મોત નિપજ્યુ હોવાનું જણાવી રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ એચ ડિવિઝનના એસીપી આર.ડી.ઓઝાએ કહ્યું હતું કે, ગોમતીપુરમાં અલ અમીન હોસ્પિટલ પાસેથી એક યુવકનો મૃતદેહ હોવાનું પોલીસને જણાયું હતું. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી મોહમ્મદ અક્રમ અંસારીનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં મૃતક રિક્ષામાંથી પડી જતાં તેનું મોત નિપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ Gir Somnath News: માછલા ભરેલી બે ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત, એકને ગંભીર ઈજા


  • Follow us on: