સોમનાથ કોડીનાર હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. પ્રસાલી પાસે માછલી ભરેલી બે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ગાડીમાં પંચર હોવાથી રોડની સાઈડમાં ઉભી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી અન્ય ગાડી સામેની ગાડીને ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે એક ની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.


બંને મૃતકો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું અનુમાન

પ્રાપ્ત વિગતો પ્રમાણે સોમનાથ કોડીનાર હાઈવે પર પ્રસાલી પાસે માછલી ભરેલી બે ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક માછલા ભરેલી ગાડી પંચર હોવાથી રોડની સાઈડમાં ઉભી હતી. જ્યારે પાછળથી આવેલી ગાડીના ડ્રાઈવરે ઉભી રહેલી ગાડીને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામા બંને મૃતકો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું અનુમાન છે. પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ કહ્યું, મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલા લઈશ


  • Follow us on: