ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદે લાઈટ અને લાઇન ફિશિંગ સામે તવાઈ બોલાવાઈ છે. દરિયામાં સો કિ.મી સુધી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. દરિયામાં થતી ગેરકાયદે ગતિવિધિ સામે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.


ગેરકાયદે લાઈટ અને લાઇન ફિશિંગ સામે તવાઈ

ગીર સોમનાથના અરબી સમુદ્રમાં જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ મરીન પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ છે. દરિયામાં ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે તવાઈ બોલાવવામાં આવી છે. જિલ્લાના 112 કિ.મી લાંબા દરિયામાં સુરક્ષાને સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પુછપરછ હાથ ધરાઈ છે. ફિશિંગ બોટમા ગેરકાયદે ગતિવિધિની પણ તપાસ હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ Aravalliમાં વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઇસરી પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ


  • Follow us on: