અરવલ્લી જિલ્લામાં શાળાના એક વિદ્યાર્થીના અપહરણના સનસનાટીભર્યા કેસમાં ઇસરી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાઇક પર હાઇસ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે ઇસરી પોલીસે એક અનોખી કાર્યવાહી કરી હતી. પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને જાહેરમાં કાન પકડીને માફી માંગવા માટે ફરજ પાડી હતી.
બાઇક પર હાઈસ્કૂલના વિદ્યાર્થીનું કરાયુ હતું અપહરણ
આ દરમિયાન પોલીસે આરોપીઓને સાથે રાખીને અપહરણની ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસની આ તાત્કાલિક અને સખત કાર્યવાહીને કારણે વિસ્તારના અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પોલીસે હાલમાં આ અપહરણના ગુના પાછળનો ચોક્કસ હેતુ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.













