ગુજરાતમાં હાલમાં દારૂની હેરાફેરીનો મુદ્દો રાજકીય ગરમી પકડી રહ્યો છે. ત્યારે રાજયની અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનું ખાસ ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લીના શામળાજીમાં એક કરોડ રૂપિયા રોકડા ઝડપાયા છે. પોલીસે કારના બોનેટમાં છુપાવેલી એક કરોડની રોકડ ઝડપી પાડી હતી.
પોલીસે રોકડ રકમ સાથે એક વ્યક્તિને ઝડપ્યો
પોલીસે અરવલ્લીના શામળાજીની અણસોલ બોર્ડર પર ચેકિંગ દરમિયાન એક કારમાં તપાસ કરી હતી. આ કારના બોનેટમાં છુપાવીને લઈ જવામાં આવતી એક કરોડની રોકડ ઝડપી પાડી હતી. પોલીસે એક કરોડ પાંચ લાખની રોકડ રકમ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલો ડુંગરપુરનો વ્યક્તિ ઝડપાયો હતો. પોલીસે કારમાંથી 500ના દરની 21 હજાર નોટ જપ્ત કરી હતી.













