ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. રાજકુમારના પરિવારે નાર્કો ટેસ્ટની માગ કરી હતી. સુરેન્દ્રનગર એસપીએ નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. ગણેશ જાડેજાએ પણ પોતાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી છે. સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી કરી રહ્યાં છે. પોલીસે ગણેશ સહિત 10થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. હત્યાના કેસમાં કાળા કલરની ગાડીને લઇ અનેક સવાલો ઉઠ્યા હતા.

10થી વધુ લોકોના નિવેદન લેવાયા

આ કેસમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ કામગીરી કરી રહી છે. પોલીસે ગણેશ ગોંડલ સહિત 10થી વધુ લોકોના સુરેન્દ્રનગર ખાતે નિવેદન નોંધ્યા છે. રાજકુમારના મોત બાદ એક કાળા રંગની ગાડીને લઈને સવાલો ઉભા થયા હતાં. પોલીસે રાજકોટના બે વ્યક્તિઓ સહિત અન્ય લોકોને પણ નિવેદન માટે બોલાવ્યા હતાં.



આ પણ વાંચોઃ Gandhinagar : ધો. 10 અને 12ની પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો છબરડો, 4 માર્ચે ધૂળેટીના દિવસે ગોઠવ્યું પેપર